ઈલેક્ટ્રીક કામ દરમિયાન વીજ આંચકો લાગતાં પટકાઈ પડતા માથામાં ઈજા થઈ હતી
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના વીજ કંપની નાં ઝેટકો વિભાગમાં વીજ કર્મચારી તરીકે નોકરી કરતા કિશોરભાઈ ફુલ શંકરભાઈ ઓઝા (ઉ.વ.૫૩) ગઈ કાલે પોતાના રાજ પાર્ક વિસ્તારમાં આવેલા ઘરમાં ઈલેક્ટ્રીક નું કામ કરી રહયા હતા.જે દરમિયાન તેઓને એકાએક વીજ આંચકો લાગ્યો હતો.અને ઉપરથી નીચે પટકાઈ પડતા માથાના ભાગે ઈજા થઈ હતી અને શુદ્ધ બન્યા હતા.
જેઓને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચાડતા ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું. વિજ આંચકો  લાગવાના કારણે અને માથામાં ઇજા થઇ હોવાના કારણે તેઓનું મૃત્યુ થયા નું જાહેર કરાયું છે. સીટી બી ડિવિઝન પોલીસે આ મામલે વધુ તપાસ ચલાવે છે.