જામનગર મોર્નિંગ - જામનગર 
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ફેલાઈ છે, જેના સંદર્ભે ભારત દેશમાં સાવચેતીના ભાગ રૂપે આ બીમારીને અટકાવવા સમગ્ર દેશમાં જનતા કર્ફયુનો માહોલ છે, અને તમામ શહેર-જિલ્લામાં જિલ્લા કલેકટર દ્વારા 144ની કલમ લાગુ કરાઈ છે, જેમાં ચારથી વધુ વ્યક્તિઓએ એકઠા થવું નહીં તેવું જામનગર જિલ્લા કલેકટર દ્વારા પણ જાહેરનામું બહાર પાડવામાં આવે છે, જેમાં જીવનજરુરીયાત સિવાયની દુકાનો  બંધ રાખવા અપીલ કરવામાં આવેલ તેમ છતાં આ જાહેર નામાનો ઉલાળ્યો કરતા 22 દુકાનદારો સામે પોલીસે જાહેરનામા ભંગ સબબ ફરિયાદ દાખલ કરતા ફફળાટ ફેલાઈ જવા પામ્યો છે.
મળતી વિગત મુજબ જામનગરના જોગર્સપાર્ક વિસ્તારમાં આવેલ રાજલક્ષ્મી બેકરીના સંચાલક મનોજભાઈ રાજપાલભાઈ ખેતવાણી, ટેસ્ટ એન્ડ ટેલ રેસ્ટોરન્ટ નામની દુકાનના સંચાલક  ઘનશ્યામભાઈ સનાભાઈ પરમાર,યમીસ બેકરીના સંચાલક મુસ્તાકભાઈ ઓસમાણભાઈ કાસવાણી અને પટેલ પેંડા નામની દુકાનના સંચાલક સંદીપ ભવાનભાઈ પીપડીયા, પાતામેઘરપર ગામની ચોકડી પાસે સ્વામીનારાયણ  એન્ટરપ્રાઈઝ નામની પ્રફુલભાઈ અરવીંદભાઈ ખંભાઈતા, મોટાવડાળા ગામે ભાભા સ્ટીલ હાર્ડવેર નામની દુકાનના સંચાલક પ્રકાશભાઈ અનંતરાય વોરા, અંધાશ્રમ આવાસ પાસે પટેલ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ નામની દુકાનના માલીક રજનીભાઈ વિઠલભાઈ સોજીત્રા, તેમજ તે સ્થળે પટેલ પાન નામની દુકાનના માલીક ધવલભાઈ રાજાભાઈ  ડાંગર, ક્રિષ્ના સ્કૂલ પાસે મઢુલી પાનની દુકાનના માલીક પ્રદીપસિંહ દિલુભા જાડેજા, ઉધોગનગર એસોસીએસન ચોક પાસે ખોડીયાર પાનની દુકાનના માલીક અનોપસિંહ પ્રતાપસિંહ ચુડાસમા, તેમજ તે જ સ્થળેથી ચટકારો રેસ્ટોરન્ટ નામની દુકાનના માલીક કિશોરભાઈ હરગોવિંદભાઈ અઘોરા, તે જ સ્થળેથી બજરંગ ચા નામની દુકાનના માલીક બીજલભાઈ જાદાભાઈ ટાળીયા, ખોડીયાર કોલોનીમાંથી કિડ્ઝ વર્લ્ડ નામની દુકાનના માલીક હરીશભાઈ પ્રતાપભાઈ રાયચુરા, એ જ સ્થળેથી ગાયત્રી સાડી નામની દુકાનના માલીક રાજેશભાઈ નટરવરલાલ મોઢા, એ જ સ્થળેથી પ્રિન્સ પાનની દુકાનના માલીક નીખિલભાઈ નાથાભાઈ ચાવડા, શરૂ સેક્શન રોડ પરથી મોમાઈ પાનની દુકાનના માલીક વિવેકભાઈ ભીમજીભાઈ કટારમલ , એ જ સ્થળેથી હેલી પાનની દુકાનના માલીક નરેન્દ્રભાઈ લક્ષમ્ણદાસ ઠક્કર, એ જ સ્થળેથી લક્ષ્મી ફરસાણ નામની દુકાનના માલીક રાજેશભાઈ ધનજીભાઈ વાડોલીયા, એ જ સ્થળેથી શ્રધ્ધા પાનની દુકાનના માલીક મિલનભાઈ પ્રવીણભાઈ કાંજીયા, જામજોધપુરના આઝાદ ચોકમાંથી આઈસ્ક્રીમની દુકાનના માલીક ગોપાલભાઈ સોહનદાસ વૈષ્ણવ, ખોજાવાડમાંથી દુકાનના માલીક હનીફભાઈ ઓસમાણભાઈ કુરેશી અને દિ. પ્લોટ વિસ્તારમાંથી પાનની દુકાનના માલીક ભરતભાઈ મહેન્દ્રભાઈ નંદા  નામના 22 વેપારીની જાહેરનામાના ભંગ સબબ પોલીસે અટકાયત કરી હતી.