પોલીસ દ્વારા ઓળખ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં સમર્પણ સર્કલ નજીક પસાર થતી રેલવે લાઈન પાસેથી 27 વર્ષનો એક અજાણ્યા યુવાન બેશુધ્ધ હાલતમાં મળી આવતા જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નિપજતા સીટી સી પોલીસે મૃતક યુવાનનું પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે. 
મળતી વિગત મુજબ જામનગરમાં સમર્પણ સર્કલ નજીક રેલવે લાઈન પાસેથી ગત ગુરૂવારે 27 વર્ષનો એક અજાણ્યો યુવાન બેશુધ્ધ હાલતમાં મળી આવતાં તેને 108ની ટીમ દ્વારા તાકીદે જી.જી. હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં દાખલ કરાયો હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નિપજતા સીટી સી પોલીસે આ અજાણ્યા યુવાનના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ કરાવી ઓળખ માટે કાર્યવાહી હાથ ધરી તેના મૃતદેહને હોસ્પિટલના કોર્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે.