કાર સહિત રૂ. 4.30 લાખનો મુદામાલ કબ્જે
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરમાં બજરંગપુર ગામે પ્રો.એ.એસ.પી. તથા સ્થાનિક પોલીસે બાતમીના આધારે દરોડો પાડી એક શખ્સની પિસ્તોલ સાથે ધરપકડ કરી કાર સહિત રૂ. 4. 30 લાખનો મુદામાલ કબ્જે લઈ ઝડપાયેલા શખ્સ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના નવનિયુક્ત પ્રો. એ.એસ.પી. સફીન હશને સ્થાનિક પોલીસેને સાથે રાખી બાતમીના આધારે બજરંગપુર ગામે દરોડો પાડયો હતો જેમાં અત્રેથી જીજે 03 કે.એચ. 5500 નંબરની કાર ચલાવી પસાર થતા હીરાભાઈ રાયધનભાઈ સભારને અટકાવી તલાસી લેતા તેના પાસેથી એક નંગ પિસ્તોલ અને ચાર નંગ કાર્ટીસ જેની કિંમત રૂ. 30,200 સહિત કાર પણ કબ્જે કરી રૂ. 4.30 લાખના મુદામાલ સાથે કારચાલકની ધરપકડ કરી હતી, તેની સામે હથીયાર બંધી ધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.