કુલ મળી રૂ. 1.20 લાખનો એલસીબી દ્વારા મુદામાલ કબ્જે કરાયો 
જામનગર મોર્નિંગ - જામનગર 

શેઠ વડાળાના આંબરડી ગામે હિટાચી મશીનમાંથી થયેલ ચોરીનો એલસીબીએ ભેદ ઉકેલી રૂ. 1.20 લાખના મુદામાલ સાથે બે શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 
મળતી વિગત મુજબ શેઠવડાળાના આંબરડી ગામે હિટાચી મશીનમાંથી કેટલાક સ્પેરસ્પાર્ટની ચોરી થયાની સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોધાવાયા બાદ એલસીબીએ આ અંગે તપાસના ચક્રો ગતિમાન કરી ઉપેન્દ્રકુમાર શ્રીરામ ગોપાલ અને રાકેશકુમાર ઉમાશંકર કોલ નામના બે મધ્યપ્રદેશના શખ્સની ધરપકડ કરી ચોરીના આ બનાવનો ભેદ ઉકેલી હિટાચી મશીનનું ડિસ્પ્લે બોર્ડ, હાઇડ્રોલિક વાલ્વ છ નંગ તથા રિલીફ વાલ્વ ત્રણ નંગ એમ કુલ મળી રૂ. 1.20 લાખનો મુદામાલ કબ્જે કરી ઝડપાયેલા બંને શખ્સને આગળની કાર્યવાહી માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. 
આ કાર્યવાહી ઇન્ચાર્જ પી.આઈ. કે.કે.ગોહિલ, પી.એસ.આઈ. આર.બી.ગોજીયા તથા સ્ટાફના જયુભા ઝાલા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપ તલવાડીયા, અશ્વિનભાઈ ગંધા, ફિરોજભાઈ દલ, ખીમભાઈ ભોચીયા, હિરેનભાઈ વરણવા, લાભુભાઈ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપભાઈ ખાચર, નિર્મળસિંહ જાડેજા, સંજયસિંહ વાળા, મિતેશભાઈ પટેલ, અજયસિંહ ઝાલા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકીયા, લખમણભાઈ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા અને અરવિંદગિરી વિગેરે દ્વારા કરવામાં આવી હતી.