જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરની સાધના કોલોનીના જલારામ મંદિર ચોકમાં લુખ્ખા અને આવારા તત્ત્વોનો ત્રાસ વધી રહ્યો છે. દુકાનદારો - વેપારીઓને ધંધો કરવો મુશ્કેલ થઈ રહ્યો છે. હપ્તા ઉઘરાવવા, દાદાગીરી કરવી, દારૃની મહેફીલો કરવી, છેડતી કરવી જેવા બનાવો બની રહ્યાં હોય, પૂર્વ કોર્પોરેટર ચંદુભાઈ કાછડીયાએ પોલીસ પેટ્રોલીંગ, બંદોબસ્ત તથા સીસીટીવી કેમેરા ગોઠવવા માંગણી કરી છે.