બે સગા ભાઈ સામે નોંધાવતી પોલીસ ફરિયાદ 
જામનગર મોર્નિંગ - જામનગર 
કાલાવડના છત્તર ગામે જૂનું મનદુઃખ રાખી બે સગા ભાઈએ પ્રૌઢ પર હુમલો કરી ઈજા પહોંચાડવા સબબ ફરિયાદ નોધાવાતાં કાલાવડ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 
મળતી વિગત મુજબ કાલાવડના છત્તર ગામે રહેતા જમનભાઈ વલ્લભભાઈ વાદી નામના 50 વર્ષના પ્રૌઢ ઉપર ધવલભાઈ ગિરધરભાઈ તાળા અને તેના ભાઈએ લાકડાના ધોકા વડે હુમલો કરી હાથમાં ફ્રેક્ચરની તથા ખંભામાં અને વાંસાના ભાગે ઢીકાપાટુ વડે મારકૂટ કરી મુંઢ ઈજાઓ પહોંચાડી હતી ઉપરાંત તેઓને બંને ભાઈ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી અપાતા જમનભાઈ વાદીએ કાલાવડ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ઇજાનો ભોગ બનનાર જમનભાઈ સામે છ વર્ષ પહેલા ધવલના માતાએ છેડતીનો કેસ કરેલ આ કેસમાં જમનભાઈ નિર્દોષ છૂટી જતા ખાર રાખી હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવાતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.