જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા ના જામવાડી ગામ માંથી એક મહિલા જાહેરમાં વર્લી-મટકાના આંકડા લખતા પોલીસના હાથે ઝડપાઈ છે. અને તેની સામે જુગારધારા ભંગ બદલનો ગુનો નોંધવામાં આવ્યો છે.
આ દરોડાની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં રહેતી રંજનબેન રસિકભાઈ વિરોજા નામની એક મહિલા જાહેરમાં વર્લી-મટકાના આંકડા લખી રહી છે તેવી ચોક્કસ બાતમીના આધારે જામજોધપુરની મહિલા પોલીસ ટીમે દરોડો પાડી ઉપરોક્ત મહિલાને રંગેહાથ પકડી પાડી હતી.
તેના કબજામાંથી એક નાનું પર્સ, બોલપેન,વર્લીં નું સાહિત્ય અને રૂપિયા ૧૦,૦૨૦ ની રોકડ રકમ  વગેરે કબજે કરી લીધા હતા. જેની સામે જામજોધપુર પોલીસ મથકમાં જુગારધારા ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.