એક શખ્સ સામે ફરિયાદ : બળજબરી પૂર્વક પૈસા કઢાવવા આપી ધમકી 
જામનગર મોર્નિંગ - દ્વારકા
રાણપરના વેપારી યુવાનને ધંધામાં ખોટ સલાહ આપ્યા બાદ ધંધામાં ખોટ જતા બળજબરી પૂર્વક પૈસા કઢાવવા મારી નાખવાની ધમકી આપવા સબબ ફરિયાદ નોધાવાતાં સ્થાનિક પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 
મળતી વિગત મુજબ ભાણવડમાં રહેતા વિકેશભાઈ ભરતભાઈ દાવડા નામનો યુવાન એન સીડી. એક્ટ ટ્રેનીંગનો વેપાર કરતો હોય રાણપર ગામે રહેતો દીનેશ મુળજીભાઈ રાડીયાએ ધંધાર્થે વિકેશભાઈની સલાહ લીધેલ દરમ્યાન દિનેશને ધંધામાં ખોટ જતા 25 લાખની માંગણી કરી હતી, જેથી દુકાને જઈ ગાળો કાઢી ચાર કરોડ બળજબરી પૂર્વક કઢાવવા જાનથી મારી નાખવાની ધમકી આપતાં દિનેશ રાડીયા સામે વિકેશભાઈ દાવડાએ સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.