એકની ધરપકડ : ચારિત્ર્યની શંકા રાખી ગળેટુંપો દઈ મોતને ઘાટ ઉતાર્યાની કેફીયત 
જામનગર મોર્નિંગ - જામનગર 
ધ્રોલમાં હાઈવે પરથી આદિવાસી યુવાનનો મૃતદેહ મળી આવ્યા બાદ પી.એમ.માં હત્યાનું બહાર આવતા ગણતરીના સમયમાં જ પોલીસે ભેદ ઉકેલી અન્ય એક આદિવાસી શખ્સની હત્યાના ગુનામાં ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી કોર્ટમાં રજૂ કર્યો હતો.
મળતી વિગત મુજબ ધ્રોલમાં હાઈવે પર આવેલ સર્વોત્તમ હોટલ પાસેથી નિલેશ મગનભાઈ માવી નામના આદિવાસી યુવાનની લાશ મળી આવતા સ્થાનિક પોલીસે મૃતકનું જી.જી. હોસ્પિટલ ખાતે પીએમ કરાવેલ બાદ આ યુવાનનું કોઈએ ગળેટુંપો આપી મારી નાખ્યાનું બહાર આવતા મૃતકના પિતા મગનભાઈ માવીએ ધ્રોલ પોલીસમાં હત્યાની ફરિયાદ નોંધાવેલ બાદમાં ધ્રોલ તથા એલસીબીએ સંયુક્ત તપાસ હાથ ધરી હતી દરમ્યાન નિલેશ ખજુરડી ગામના સંજય ગોકળભાઈ પટેલના ઘરે મજૂરી કામ કરવા ગયો હોય અને કામ કરતી વેળાએ આદિવાસી મજૂર રાકેશ બંને જણા રાત્રીના 9 વાગ્યાના અરસામાં સંજય પટેલનું બાઈક લઈ વાડીએ જતા રહેલ જેથી રાકેશ દલાભાઈ ડામોરની પુછપરછ હાથ ધરતા તેણે જણાવેલ કે નિલેશ મારા ઘરે મારી પત્નિ સામે અવારનવાર જોઈ અને વખાણ કરતો હોય અને નીલેશના ચારિત્ર્ય પર શંકા ગયેલ બાદ ફરીથી તેને બાઈકમાં બેસાડી વાડીએથી નીકળેલ દરમિયાન ઉપરોક્ત સ્થળે પહોંચતા ગુસ્સો આવતા બાઈક ઉભું રાખેલ ધકો મારી નિલેષને પછાડી તેણે સામાન બાંધવાની દોરીથી ગળેટુંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધાની કેફીયત રાકેશએ આપતા તેની ધરપકડ કરી ગુનાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો હતો. 
આ કાર્યવાહી પી.આઈ. કે.જે.ભોયે, પીએસઆઈ સી.એમ.કાંટેલીયા, એલસીબીના પીએસઆઈ આર.બી.ગોજીયા, ધ્રોલ પો. સ્ટેશનના એ.એસ.આઈ. જે.એમ. અગ્રાવત, એન.એમ.ભીમાણી, જી.એસ.ગોસરા, રણજીતસિંહ જાડેજા, હર્ષદભાઈ ડોરીયા, વનરાજભાઈ ગઢદરા, સંજયભાઈ મકવાણા, લાખાભાઈ સોઢીયા, તૌસીફભાઈ તાયાણી, એલસીબીના સંજયભાઈ વાળા, લાભુભાઈ ગઢવી, પ્રતાપભાઈ ખાચર, દિલીપભાઈ તલવાડીયા અને અરવીંદગીરી વગેરે દ્વારા કરવામાં આવી હતી.