ટીબીની બીમારીથી કંટાળી જિંદગી ટૂંકાવી લીધી 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના ધરારનગર વિસ્તારમાં ઝેરી દવા પી વૃધ્ધે આત્મહત્યા કરી લેતા સીટી બી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગત મુજબ ધરારનગર-2 ખાતે રહેતા રફીકભાઈ દાઉદભાઈ જુનેજા નામના 70 વર્ષના વૃધ્ધે માંકડ મારવાની દવા પી આત્મહત્યા કરી લેતા આ બનાવ અંગે સીદીકભાઈ જુસબભાઈએ સીટી બી ડિવિઝનમાં જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે, રફીકભાઈને ટીબીની બીમારી હોય જેથી માંકડ મારવાની દવા પી જિંદગી ટૂંકાવી લીધાનું બહાર આવ્યું છે.