બે ફરાર: 35 નંગ બોટલ કબ્જે 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં બે જગ્યાએ પોલીસે દરોડો પાડી ઈંગ્લીશ દારૂની 35 બોટલ સાથે ત્રણ શખ્સની ધરપકડ કરી બેને ફરાર જાહેર કરી કુલ મળી રૂ. 15,500નો મુદામાલ કબ્જે કર્યો હતો. 
જામનગરમાં મોનાલીસા કોમ્પ્લેક્ષ પાસેથી ભરત છગનભાઈ કોળી નામના નવાગામ ઘેડ ખાતે રહેતા શખ્સને રૂ. 8 હજારની કિંમતની 20 નંગ અંગ્રેજી દારૂની બોટલ સાથે ધરપકડ કરી હતી. જયારે રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ પરમાર નામનો રાંદલનગર ખાતે રહેતો શખ્સ નાસી જતા સીટી બી પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 
આ કાર્યવાહી ઇન્ચાર્જ પીઆઈ કે.કે. ગોહીલની સૂચનાથી પીએસઆઈ આર.બી. ગોજીયા તથા સ્ટાફના જયુભા ઝાલા, હરપાલસિંહ, ભરતભાઈ, નાનજીભાઈ, શરદભાઈ, દિલીપભાઈ, અશ્વિનભાઈ ગંધા, ફિરોજભાઈ, ખીમભાઈ, હિરેનભાઈ, લાભુભાઈ, ભગીરથસિંહ, હરદીપભાઈ, નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપભાઈ ભાઈ, સંજયસિંહ, મિતેશભાઈ, અજયસિંહ, બળવંતસિંહ, સુરેશભાઈ, લખમણભાઈ, ભારતીબેન, એ.બી. જાડેજા અને અરવીંદગીરી દ્વારા કરવામાં આવી હતી.  
જયારે જામનગરમાં તળાવની પાછળ કરીયાણાના દુકાનમાં સીટી સી ડીવીઝન પોલીસે દરોડો પાડી ધીરજ રાયચંદભાઈ ગોસાણી, ભીમશી પરબત છુછર નામના બંને શખ્સને રૂ. 7500ની કિંમતની ઈંગ્લીશ દારૂની 15 બોટલ સાથે ઝડપી લીધા હતા, જયારે નાઘેડી ગામનો સંજયભાઈ નામના શખ્સને ફરાર જાહેર શોધખોળ હાથ ધરી છે.