પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું 
જામનગર મોર્નિંગ - જામનગર 
કાલાવડના સણોસરા ગામના યુવાનનું બીમારી સબબ મૃત્યુ નિપજતા પોલીસે આ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે. 
મળતી વિગત મુજબ કાલાવડના સણોસરા ગામના પાટીયા પાસે રહેતા અને મજૂરી કામ કરતા રાકેશ કુમાર હીર દયાલાલ યાદવ નામના 25 વર્ષના યુવાનને છેલ્લા આઠેક દિવસથી બીમારી હોય દરમ્યાન એકદમ ઉધરસ આવતા અને શ્વાસ ન લઈ સકતા અને સારવારમાં ખસેડવામાં આવતો હોય ત્યારે રસ્તામાં લોહીની ઉલ્ટીઓ થતા સારવાર લે તે પહેલા જ આ યુવાને દમ તોડી દેતા પરિવારમાં કરુણ કલ્પાંત છવાઈ ગયો છે, આ બનાવ અંગે સુનીલભાઈ શાહ દ્વારા કાલાવડ પોલીસ મથકે જાણ કરાતાં હે.કો. વી.ડી.ઝાપડિયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.