જામનગર મોર્નિંગ - જામનગર   
જામનગરમાં ઘી સીડ્ઝ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસોસીએશન દ્વારા અપીલ કરવામાં આવે છે કે, કોરોના વાયરસ નામના રોગચાળાએ સમગ્ર વિશ્વમાં કહેર મચાવ્યો છે ત્યારે આ રોગનો ફેલાવો અટકાવવા અને નિયંત્રણ લાવવા દેશના વડાપ્રધાનએ 22-03-2020 ના સવારે 7.00 વાગ્યાથી રાત્રીના 9.00 વાગ્યા સુધી સ્વૈચ્છિક રીતે ખુબ જ જરૂરી કામ સીવાય બહાર ન નીકળવા તેમજ મુસાફરી ટાળવી અને જનતા કર્ફયુને ટેકો આપવા ઘી સીડ્ઝ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસોસીએશનના પ્રમુખ જીતેન્દ્રભાઈ એચ. લાલ (જીતુ લાલ) અને તમામ હોદેદારો દ્વારા જામનગર શહેર વેપારીઓ અને નગરજનોને અપીલ કરી છે.