જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર શહેર સહિત ત્રણ જગ્યાએ સ્થાનિક પોલીસે દરોડો પાડી ઈંગ્લીશ દારૂની છ બોટલ સાથે બે શખ્સની ધરપકડ કરી બેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. 
મળતી વિગત મુજબ જામનગરના દિ.પ્લોટ 58 વિસ્તારમાં આવેલ હિંગળાજ ચોક પાસેથી સીટી એ પોલીસે એક મકાનમાં દરોડો પાડી ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની રૂ.1000ની કિંમતની બે બોટલ કબ્જે કરી હતી, દરોડા દરમ્યાન મકાન માલીક જીતુ નારણભાઈ કનખરા નામનો શખ્સ હાજર મળી નહીં આવતા તેની સામે પ્રોહી એક્ટ મુજબ ગુન્હો નોંધી ફરાર જાહેર કરી પોલીસે શોધખોળ આદરી છે. 
જયારે જામનગરના કાલાવડ નાકા બહાર આવેલ ગદબપીઠ પાસેથી ભાવિક પ્રભુલાલ માંડલીયા નામના શખ્સને સીટી એ પોલીસે ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે ઝડપી લઈ રૂ. 1000નો મુદામાલ કબ્જે કર્યો હતો, દરમ્યાન વિપુલ ગોલારાણા નામના શખ્સની સંડોવણી ખુલતા તેને ફરાર જાહેર કરી શોધખોળ આરંભી છે.    
તેમજ જામજોધપુરના મેલાણ ગામેથી બાવન રૈયાભાઈ રબારી નામના શખ્સે શેઠવડાળા પોલીસે ઈંગ્લીશદારૂની રૂ. 1000ની કિંમતની બે બોટલ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.