જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના દરેડ ઔધોગીક વિસ્તારમાં એમ્બ્યુલન્સ હડફેટે ટ્રાફીક બ્રિગેડ જવાનને ઈજા પહોંચવા અંગે ફરિયાદ પોલીસ મથકે નોંધાવાઈ છે.       
મળતી વિગત મુજબ જામનગરના દરેડ ઔધીગીક વિસ્તારમાં આવેલ એપલ ગેઈટ નજીકથી પુરપાટ દોડતી જીજે 10 જીએ 0259 નંબરની એમ્બ્યુલન્સના ચાલકે જીજે 10 બીએચ 6126 નંબરના બાઈકને હડફેટે લેતા બાઈક ચાલક ચેતન રાજેશભાઈ ડોડીયા નામનો 19 વર્ષનો યુવાન પડી જતા તેને જમણા સાથળના ભાગે, ખંભામાં અને હાથમાં નાની-મોટી ઇજા પહોંચતા સારવારમાં ખસેડી ચેતનની ફરિયાદ પરથી પંચ બી પોલીસે એમ્બ્યુલન્સના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.