જામનગર મોર્નિંગ - જામનગર 
લાલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસરને એકાએક બ્રેઈન હેમરેજ અને પેરાલિસીસનો હુમલો આવતા કોમામા સરી પડતા એઓનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે લાલપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ લાલપુરમાં મેડિકલ સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા અને અત્રે સરકારી દવાખાનામાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો. સુધીરચંદ્ર રામચંદ્ર (ઉ.વ.52)ને પોતાના ક્વાટર્સમાં એકાએક બ્રેઈન હેમરેજ અને પેરાલીસીસનો હુમલો આવતા તેઓ કોમામા સરી પડ્યા હોય તેથી તેઓને જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં સારવાર દરમ્યાન તેઓનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે લાલપુર પોલીસે તેઓના મૃતદેહનું પીએમ કરાવી આગળની કાર્યવાહી આરંભી હતી.