જામનગર મોર્નિંગ - જામનગર 
હાપા માર્કેટીંગ યાર્ડમાં સોશ્યલ ડીસ્ટન્સની જાળવણી સાથે આરંભવામાં આવેલી હરરાજીના ત્રીજા દિવસે 135 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા, જેમાંથી 30 ખેડૂતો હાજર રહ્યા હતા, યાર્ડમાં 1028 ચણાની ગુણીની આવક થવા પામી હતી અને હરરાજી દરમ્યાન ખેડૂતોને 20 કિલોના ભાવ 770 થી 800 ખેડૂતોને મળ્યા હતા.  હાપા માર્કેટીંગ યાર્ડમાં સતત બે દિવસ ઘઉંની પુષ્કળ આવક રહી હતી અને ઘઉંનો તમામ જથ્થો વેપારીઓ દ્વારા ખરીદ કરવામાં આવ્યો હતો અને હરરાજીમાં ખેડૂતોને સંતોષકારક ભાવો મળી આવવા અને તમામ જથ્થો વેપારીઓએ ખરીદ કર્યો હોવાની બાબત યાર્ડના સેક્રેટરી હિતેષભાઇ પટેલેએ જણાવ્યું હતું. 
આજે યાર્ડ દ્વારા જિલ્લાના 130 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા, જેમાંથી 30 ખેડૂતો ચણાની જણસ લઇ યાર્ડમાં ઉપસ્થિત રહ્યા હતા, યાર્ડમાં 10ર8 ગુણી ચણાની આવક નોંધાઇ છે, આ 4000 મણ ચણાની હરરાજી થતાં તમામ જથ્થો વેપારીઓ દ્વારા ખરીદ કરી લેવામાં આવ્યો છે, હરરાજીમાં ખેડૂતોને ર0 કિલાના ભાવ રૂ. 770 થી 800 સુધીના મળતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી.