• 5 એપ્રિલ રવિવાર રાત્રે 9 વાગ્યે 9 મિનિટ માટે ઘરની તમામ લાઈટ બંધ કરીને બાલ્કનીમાં, ઘરના દરવાજે મીણબત્તી, દીવડા અને ટોર્ચ કરવા આહવાન કરાયું.


જામનગર મોર્નિંગ - નવી દિલ્હી : નોવેલ કોરોના વાઇરસની મહામારીને લીધે દેશ 21 દિવસ માટે લોક ડાઉન છે.  જનતા કર્ફ્યુ લાગેલ છે. ભારતના આ નિર્ણય કાર્ય પદ્ધતિને દુનિયાના અનેક દેશોએ અપનાવીને પોતાના દેશમાં પણ લોકડાઉન કર્યાનું પ્રધાનમંત્રીએ સંબોધનમાં જણાવ્યું હતું. 

કોરોનાથી પીડિત દેશના કોઈ વ્યક્તિને પોતે એકલો કોરોના સામે લડી રહ્યો છે તેવું ના લાગે માટે સૌએ સાથે મળીને લડવાનું છે લોક ડાઉનનું ચુસ્ત પણે પાલન કરીને. 

લોક ડાઉનમાં આગામી આયોજન અંગે જણાવતા કહ્યું હતું કે તા. 05/04/2020 રવિવારના રાત્રે 9 વાગ્યે દેશના 130 કરોડ નાગરિકોએ પોતાના ઘરની તમામ લાઈટ બંધ કરીને ઘરના દરેક સભ્યો ઘરના દરવાજે અથવા પોતાની બાલ્કનીમાં ઉભા રહી 9 મિનિટ માટે મીણબત્તી, દીવડા, ટોર્ચ બત્તી અથવા મોબાઈલ ફોનની ટોર્ચ લાઈટ ચાલુ કરીને કોરોના વાઇરસ સામે દેશના સૌ લોકો સાથે છે તેનો સંદેશો આપવાનો છે અને આ પ્રકાશના પર્વથી કોરોનાની ચેઇન તોડવાની છે. પણ આ માટે કોઈએ શેરી, મહોલ્લામાં ભેગા થવાનું નથી દરેકએ પોતાના ઘરના દરવાજા અથવા બાલ્કનીમાં પ્રકાશ કરવાનો છે અને આ દરમ્યાન સોસીયલ ડિસ્ટન્સ જાળવી રાખવાનું છે. 

કોરોના વાઇરસની લડાઈ દેશ મજબૂત પણે લડી રહ્યો છે ત્યારે દેશના 130 કરોડ લોકોનો પ્રધાનમંત્રી મોદીએ આભાર માન્યો હતો અને હજુ આવોજ સહકાર આપવા અપીલ કરી હતી.