જામનગર મોર્નિંગ - દ્વારકા : નોવેલ કોરોના વાઈરસના પગલે હાલ સંપૂર્ણ ભારત દેશમાં લોકડાઉન છે. રોજેરોજનું કમાતા ગરીબ શ્રમિક પરિવારોને જીવન જરૂરી ખોરાકની મુસીબત ના પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ આવા પરિવારોને મદદે આવી છે ત્યારે શ્રી ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઓખમાં રહેતા ગરીબ, શ્રમિક અને રોજે-રોજનું કમાઈને જીવન ગુજરાન ચલાવતા પરિવારો પૈકીના ૪૦ જેટલા પરિવારોને અનાજની કીટનું વિતરણ કર્યું હતું. અનાજની કીટમાં ઘઉં,દાળ,ચોખા,કઠોળ, શાક ભાજી વિગેરે જરૂરી ખોરાકની ચીજ વસ્તુઓ રખાઈ હતી.