જામનગર મોર્નિંગ - ખંભાળીયા : નોવેલ કોરોના વાઇરસ કોવીડ -19ની મહામારીના કારણે દેશ 21 દિવસ માટે લોક ડાઉન છે.  ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની જાહેરાત મુજબ દેશના ઉજ્વલા યોજના અંતર્ગતના જોડાણ ધરાવતા દરેક ગ્રાહકોને એપ્રિલ, મે અને જુન આમ ત્રણ મહિના માટે  રીફીલ મુજબ ફ્રી ગેસ બાટલા આપવાની યોજના અમલી બનાવી છે. પરંતુ ઉજ્જવલા યોજના અંતર્ગતના ગેસ જોડાણ ધરાવતા ગ્રાહકોએ પોતાના રજીસ્ટર મોબાઈલ નંબરમાંથી આઈ.વી.આર.એસ.થી ગેસ બાટલાનું બુકીંગ કરવું ફરિજયાત છે. સલાયાના ગરીબ અભણ માછીમારોને 2016 થી 2018 દરમ્યાન અપાયેલા ઉજવલા ગેસ કનેકશનના મોબાઈલ નંબર બદલાઈ ગયા હોવાથી નવા મોબાઈલ નંબર રજીસ્ટર કરવા અને આઈ. આર. વી. એસ. થી ગેસ બાટલાનું બુકીંગ કરવા માછીમારી બહેનોની ગેસ એજન્સી ખાતે કતાર લાગે છે. અને અભણ બહેનો પૂરતી સોસીયલ ડિસ્ટન્સ પણ જાળવી શકતી નથી.