જામનગર મોર્નિંગ – ભાણવડ : દેવભૂમિ દ્વારકા જીલ્લાનો ભાણવડ વિસ્તાર એટલે પ્રકૃતિ અને જળચર,સરીસૃપથી ભરપુર વિસ્તાર અહી સરેરાસ દરરોજ ૫-૮ સાપ અને ક્યારેક ક્યારેક અજગર જોવા મળતા હોય છે.
ભાણવડ તાલુકાના કબરકા ગામે કબરકા નદીને કાઠે એક વાડીમાં સિમેન્ટની પાઈપ લાઈનમાં અજગર દેખાતા ખેડૂત દ્વારા એનિમલ લવર્સ ગૃપ ભાણવડનો સંપર્ક સાધતા તેમની ટીમ અજગરને રેસ્ક્યુ કરવા માટે દોડી ગઈ હતી. રેસ્ક્યુઅર ટીમે સ્થળ પર જોતા સિમેન્ટની પાઈપ લાઈનમાં અજગર ભરાઈને બેઠો હતો જે અજગરને બહાર કાઢતા તેની પાછળ બીજો અને ત્રીજો એમ કુલ ત્રણ અજગર ત્યાં પાઈપ લાઈનમાં છુપાઈને બેઠા હતા. જેમાં પહેલો અજગર ૭ ફૂટ બીજો ૧૩ ફૂટ અને ત્રીજો ૧૪ ફૂટ લંબાઈનો હતો. આ ત્રણેય બિનઝેરી અજગરને સિફતપૂર્વક સિમેન્ટની પાઈપમાંથી બહાર કાઢીને હાજર લોકોને આ અજગર વિશે માહિતી આપી અને સરીસૃપ જીવજંતુ દેખાઈ ત્યારે તેઓને મારશો નહી એનિમલ લવર્સ ટીમનો સંપર્ક સાધવા અપીલ કરાઈ હતી. બાદમાં બચાવ કરાયેલ ત્રણેય અજગરને બરડા ડુંગરમાં પ્રકૃતિને ખોળે છુટા મુકવામાં આવ્યા હતા. એનિમલ લવર્સ ગ્રૃપ ભાણવડના અશોક ભટ્ટ અને ધર્મેશ રાઠોડ દ્વારા આ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.