• પોરબંદર જિલ્લામાં કોરોના વાઇરસનાં અત્યાર સુધીમાં ૭૦ સેમ્પલ નેગેટીવ તથા ૦૩ સેમ્પલ પોઝીટીવ આવ્યા
  • આશાપુરા ચોક અને જુના ફુવારા પોલીસ લાઇનને કલસ્ટર ક્વોરોનટાઇન જાહેર કરવામાં આવેલ છે

પોરબંદર તા.૮, કોરોના વાઇરસના સંક્રમણને પોરબંદર જિલ્લામાં વધુ ફેલાતો અટકાવવા માટે જિલ્લાતંત્ર ગંભીરતાથી કામ કરી રહ્યુ છે.
        હાલ સુધીમાં શંકાસ્પદ વ્યક્તિઓનાં લેવામાં આવેલ ૭૦ સેમ્પલ નેગેટીવ તથા અત્યાર સુધીમાં કૂલ ૩ સેમ્પલ પોઝીટીવ આવેલ છે.
        પોરબંદર જિલ્લાના જે વિસ્તારમાં કોરોના વાયરસ પોઝીટીવ આવેલ છે, તે વિસ્તાર-આશાપુરા ચોક અને જુના ફુવારા પોલીસ લાઇનને કલસ્ટર ક્વોરોનટાઇન જાહેર કરવામાં આવેલ છે.
        જિલ્લા ક્વોરન્ટાઇન ખાતે કૂલ ૩૪૬ વ્યક્તિ પૈકી ૩૦૦ વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરેલ છે. હાલ ૫૫ વ્યક્તિઓ ચકાસણી હેઠળ છે. હોમ ક્વોરન્ટાઇનમાં કૂલ ૯૮૨ વ્યક્તિઓ ચકાસણી રખાયા તે પૈકી ૬૧૭ વ્યક્તિઓનું હોમ ક્વોરન્ટાઇન પૂર્ણ થયેલ છે.
        પોરબંદરના જુદા જુદા એન્ટ્રી પોઇન્ટ ઉપર કૂલ ૨૩,૩૭૯ વ્યક્તિઓની સ્ક્રીનીંગ કરાઇ છે. જિલ્લામાં ડોર ટુ ડોર સર્વે કરવા જુદી જુદી ટીમો કાર્યરત છે. આ ટીમો દ્રારા ૬.૨૧ લાખથી વધુ વ્યક્તિઓનો ઘરે ઘરે જઇને સર્વે કર્યો છે. જ્યારે બીજા રાઉન્ડમાં ૭૫ હજાર થી વધુ લોકોનો સર્વે કરાયો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંબંધિત વિભાગો અને કચેરીઓને કોરોના વાયરસ ના નિયંત્રણ માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
        નોવેલ કોરોના વાઇરસના સંદર્ભમાં સારવાર માટેની ક્ષમતા ધરાવતા આઇસોલેશન વોર્ડ તૈયર રાખવામાં આવેલ છે. હાલમાં સિવિલ હોસ્પિટલ અને મોરારજી ખેરાજ ઠકરાર ઓર્થોપેડીક હોસ્પિટલ પર આઇસોલેશન સ્થળ જાહેર કરેલ છે.