જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના નામચીન શખ્સ સામે પોલીસે પાસાનું શસ્ત્ર ઉગામી સુરત જેલ હવાલે કરી દીધો છે. 
મળતી વિગત મુજબ જામનગરમાં શક્તિનગર ખાતે રહેતા દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલો ડોન મંગળસિંહ ચૌહાણ વિરુધ્ધ અગાઉ ધાક-ધમકી, ચોરી, મારામારી, લૂંટ, બળજબરી સહિત 10થી વધુ ગુન્હા પોલીસ ચોપડે નોંધાયા હતા જે અસામાજીક પ્રવૃત્તિ અટકવવા જિલ્લા મેજીસ્ટ્રેટએ પાસાનું તેની સામે વોરંટ ઇસ્યુ કરી સુરતની જલાલપોર જેલમાં મોકલી આપવા હુકમ કરતા એલસીબીએ પાસા વોરંટની બજવણી કરી જેલમાં મોકલી આપેલ છે.  
આ કાર્યવાહી ઇન્ચાર્જ પીઆઇ કે.કે. ગોહિલ, પીએસઆઇ આર.બી.ગોજીયા તથા સ્ટાફના જયુભા ઝાલા, અશ્વિનભાઈ ગંધા, સંજયસિંહ વાળા, દિલીપ તલવાડીયા, ભરતભાઈ પટેલ, હરપાલસિંહ સોઢા, ફિરોઝભાઈ દલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, ભગીરથસિંહ સરવૈયા, અશોકભાઈ સોલંકી, હિરેનભાઈ વરણવા, હરદીપભાઈ ધાધલ, નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપભાઈ ખાચર, વનરાજભાઈ મકવાણા, મિતેશભાઈ પટેલ, લાભુભાઈ ગઢવી, ખીમભાઈ ભોચીયા, નિર્મળસિંહ એસ. જાડેજા, બળવંતસિંહ પરમાર, અજયસિંહ ઝાલા, સુરેશભાઈ માલકીયા, ભારતીબેન ડાંગર, એ.બી.જાડેજા અને અરવીંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવી હતી.