જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરમાં લોકડાઉનના લોકોને જીવન જરૂરીયાતની ચિજવસ્તુ સરળતાથી મળી રહે, કોઈ મુશ્કેલી ન સર્જાય એ માટેના પગલા લેવામાં આવી રહયા છે દરમ્યાનમાં સીટી-એ ડીવીઝન પ્રેરીત ડોર ટુ ડોર નહીં નફો નહીં નુકશાનના ધોરણે કોરોના વાયરસથી બચવા અને માણસોની ભીડ નિયંત્રીત થાય તેવા હેતુથી અનાજ, શાકભાજીની સેવા શ કરવામાં આવી છે, ગઈકાલે સીટી-એ હેઠળના વિસ્તારોમાં હોમ ડીલીવરી અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
એસપી શરદ સિંઘલની સુચનાથી ડીવાયએસપી એ.પી. જાડેજા, પ્રો. એએસપી હસન શફીનના માર્ગદર્શન હેઠળ પ્રો. ના.પો. અધિક્ષક ચિરાગ દેસાઈ, પી.આઈ. ટી.એલ. વાઘેલા, પીએસઆઈ એમ.વી. મોઢવાડીયા તથા સ્ટાફના એસ.ડી.ચુડાસમા, એન.કે. ઝાલા, એસ.જી. જાડેજા, પી.પી. જાડેજા, જે.વી. જાડેજા, આર.જે. જાડેજા, યોગરાજસિંહ રાણા, અલ્તાફ સફીયા, શિવભદ્રસિંહ જાડેજા, ફિરોજ ખફી, જીતેન્દ્રસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, પ્રવીણભાઈ પરમાર અને ગૌતમભાઈ મકવાણા આ કાર્યવાહીમાં જોડાયો હતો. લોકોને ખુબ જ જરી હોય ત્યાં સુધી ઘરની બહાર નહીં નીકળવા, ઘરમાં સુરક્ષીત રહેવા અપીલ કરવામાં આવી છે.
0 Comments
Post a Comment