જામનગર મોર્નિંગ - જામનગર 

આજે અખાત્રીજ એટલે તમામ શુભ કાર્ય કરવા માટે વણજોતું મુહર્ત ગણાય આજના દિવસે ખાસ કરીને લગ્નની સીઝન પરંતુ હાલમાં કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન હોઈ તેની સાથે-સાથે જામનગરમાં પણ લોકડાઉનના કારણે નાની-મોટી દુકાનો બંધ છે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
આજના દિવસે લોકો ખાસ કરીને સોનાની ખરીદી કરતા હોઈ પરંતુ એક તરફ દુકાનો બંધ હોઈ બીજીબાજુ આર્થિક મંદીના કારણે ખરીદી કરી શકાય ન હોવાનું દેખાઈ રહ્યું છે.
જો કે લોકડાઉનના પગલે લગ્નબંધ હોઈ તથા લોકોને ધંધા-રોજગારી બંધ રહેવા પામતા સામાન્ય વર્ગ સોનાની ખરીદી કરવી હોય તોય અવઢમાં પડી જાય છે.