ફોરેસ્ટ વિભાગે બહાર કાઢ્યું : પ્રાથમિક સારવાર આપી મુક્ત કરી દીધું 
જામનગર મોર્નિંગ - દ્વારકા 
ખંભાળિયાના મોટી ખોખરી ગામે વીજ (વણીયર) વન્ય પ્રાણી કુવામાં પડી જતા તેનું ફોરેસ્ટ વિભાગે રેસ્ક્યુ હાથ ધરી સલામત રીતે બહાર કાઢી લીધું હતું.
મળતી માહીતી અનુસાર મોટી ખોખરીમાં અચાનક એક વીજ વન્ય પ્રાણી વાડી વિસ્તારમાં આવેલ અને તે કુવામાં પડી જતા ગ્રામજનોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ટીમ ત્યાં દોડી ગયેલ અને ઘાયલ આ પ્રાણીની સારવાર કરી બાદ ફરી તેને મુક્ત કરી દેવામાં આવેલ હતું.