17 શખ્સની ધરપકડ : કુલ રૂ. 1.64 લાખની મતા ઝબ્બે 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના દિ. પ્લોટ વિસ્તારમાં રહેણાંક મકાનેથી એલસીબીએ જુગારનો અખાડો ઝડપી લઈ 10 શખ્સની રૂ. 73 હજારની મતા સાથે ધરપકડ કરી હતી જયારે લાલપુર તાલુકાના મેમાણા ગામની સીમમાં ચાલતા જુગારનો એલસીબીએ પર્દાફાશ કરી રૂ. 91 હજારની મતા સાથે 7 શખ્સની ધરપકડ કરી હતી. 
મળતી વિગત મુજબ એલસીબીને મળેલ બાતમીના આધારે દિ.પ્લોટ 23 ખાતે આવેલ શ્રીજી એપાર્ટમેન્ટમાં ભાડાના મકાનમાં રહેતો સિંધી શખ્સ બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોય આથી દરોડા દરમિયાન અત્રેથી ભાવેશ મહેશ હરવાણી, સુનીલ જ્ઞાનચંદ લાલવાણી, રમેશ નેવંદરામ લાલવાણી, ભાવેશ સુરેશ દુલાણી, કમલેશ આશાનદાસ જ્ઞાનચંદાણી, રાજીવ માધવદાસ સેવકાણી, અનલ અર્જુન દુલાણી સહિત દશ શખ્સને ઝડપી લઈ રૂ. 73 હજારની મતા કબ્જે લીધી હતી. 
જયારે એલસીબીએ બાતમીના આધારે મેમાણા ગામની સીમમાં દરોડો પાડી હરીશ નારણ સોજીત્રા, રજુ વિક્રમ સોચા, હિરેન અરશી સોચા, મુકેશ જેઠા વશરા, હક બાવા ટોયટા, દેવાણંદ માલદે નંદાણીયા, લખમણ નાથા કદાવર નામના 7 શખ્સને જુગાર રમતા ઝડપી લઈ સ્થળ પરથી રૂ. 91 હજારની મતા કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 
આ કાર્યવાહી ઇન્ચાર્જ પીઆઇ કે.કે. ગોહિલ, પીએસઆઇ આર.બી.ગોજીયા તથા સ્ટાફના જયુભા ઝાલા, અશ્વિનભાઈ ગંધા, સંજયસિંહ વાળા, દિલીપ તલવાડીયા, ભરતભાઈ પટેલ, હરપાલસિંહ સોઢા, ફિરોઝભાઈ દલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, ભગીરથસિંહ સરવૈયા, અશોકભાઈ સોલંકી, હિરેનભાઈ વરણવા, હરદીપભાઈ ધાધલ, નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપભાઈ ખાચર, વનરાજભાઈ મકવાણા, મિતેશભાઈ પટેલ, લાભુભાઈ ગઢવી, ખીમભાઈ ભોચીયા, નિર્મળસિંહ એસ. જાડેજા, બળવંતસિંહ પરમાર, અજયસિંહ ઝાલા, સુરેશભાઈ માલકીયા, ભારતીબેન ડાંગર, એ.બી.જાડેજા અને અરવીંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવી હતી.