જામનગર મોર્નિંગ - જામનગર  
જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં ઘરે આવી પ્રૌઢને માર મારી, તારા દીકરાને સમજાવી લેજે નહતર જાનથી મારી નાખવાની ધમકી આપી બંને શખ્સ નાસી જતા સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 
મળતી વિગત મુજબ જામનગરના રણજીતસાગર રોડ પર આવેલ સાધના કોલોનીમાં રહેતા પરેશભાઈ ધર્મેન્દ્રભાઈ મહેતાના ઘર પાસે આવી હિતેશ ઉર્ફે સાકીડો સોમાભાઈ ચાવડા અને નંદનવન સામે રહેતો વિકી ઉર્ફે ખાડો નામના બંને શખ્સો ગાળો બોલી પ્લાસ્ટિકના પાઈપ વડે માર મારી મૂંઢ ઈજા પહોંચાડતા, જમણા હાથના અગુંઠામાં ફ્રેક્ચરની ઇજા પહોંચાડી અને લોખંડના પાઈપ વડે માથામાં એક ઘા મારી ઈજાઓ પહોંચાડી "તારા દીકરાને સમજાવી લેજે" નહતર જાનથી મારી નાખીશ તેમ કહી ત્યાંથી નાસી જતા પરેશભાઈએ સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 324, 323, 504, 506(2), તથા જીપી એક્ટ કલમ 135(1) મુજબ ગુનો નોંધી બંને આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.