જામનગર મોર્નિંગ - જામજોધપુર તા.૮ : જામનગર
જીલ્લાના જામજોધપુર તાલુકાના ઈશ્વરીયા ગામે ગામથી ઉતર દિશામાં આવેલ ડુંગરમાં ચકરડી
મશીનો દ્વારા બિલ્ડીંગ લાઈમ સ્ટોન(બેલા) પથ્થરનું કોઈ પણ જાતની પાસ પરમીટ વિના
ગેરકાયદેશર થતું હોવાની ગ્રામજનોમાં વ્યાપક ફરિયાદ ઉઠી છે.
મળતી માહિતી મુજબ ઈશ્વરીયા
ગામથી ઉતરે ડુંગરમાં અજાણ્યા શખ્સો દ્વારા આશરે ૨ મહિના જેટલા સમયથી ગેરકાયદેસર
બિલ્ડીંગ લાઈમ સ્ટોન બેલાનું ખનીજ ખોદકામ કરવામાં આવી રહ્યું છે. ગ્રામ જનોના
જણાવ્યા મુજબ આવું ખોદકામ ચાલુ રહેશે, તો આવનારા સમયમાં ગામનો આ ચરિયાણ વિસ્તાર
ધરાવતો પહાડ ખોદાઈને નાશ પામી જશે. ગેરકાયદેસર ચાલતું ખનીજ ખોદકામ તાત્કાલિક અસરથી
બંધ કરાવવું જરૂરી બન્યું છે.
0 Comments
Post a Comment