• જામનગરની જનતા માટે લોકડાઉન 3.0 ના છેલ્લા દિવસે ફોટોગ્રાફી ચેલેન્જનું આયોજન 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં હાલ કોરોનાની મહામારીના કારણે બાળકો તથા યુવાનો અને વડીલો પણ ઘરમાં રહીને સમય પ્રસાર કરી રહ્યા છે ત્યારે જામનગર વાસીઓ માટે ઘરમાં બેઠા બેઠા પ્રવૃતિમય રેવા માટે અને દિવસને વધુ સારો બનાવવા માટે જામનગર ઓનલાઈન માર્કેટીંગ અને રાજ ડિઝાઇન દ્વારા લોકડાઉન 3.0 ના છેલ્લા દિવસે ફોટોગ્રાફી ચેલેન્જનું આયોજન કરવામાં આવ્યું છે. 
આ સ્પર્ધામાં જામનગર વાસીઓએ 99985 01082 અને 94261 28861 નંબર પર પોતાની ફોટોગ્રાફી અને પોતાનું નામ અને મોબાઈલ નંબર મોકલી દઈ તા. 17-05-2020 પેલા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે, અને વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. 
વધુ જાણકારી માટે જામનગરનું સોશ્યલ મીડિયા પ્રખ્યાત જામનગર ઓનલાઇન માર્કેટિંગ અને રાજ ડિઝાઇનનો સંપર્ક કરવા કિશન રાડીયાએ તેની યાદીમાં જણાવ્યું છે, દરેક જામનગર વાસીઓનાં ફોટોગ્રાફરને વિનંતી છે કે આ સ્પર્ધાને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડે અને વધુ ને વધુ લોકો ભાગ લે.