5 શખ્સ સામે ફરિયાદ 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર અને જોડીયામાં ત્રણ વ્યક્તિ ઉપર કુલ મળી 5 શખ્સે ઝગડો કરી હુમલો કરવા સબબ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 
મળતી વિગત મુજબ જામનગરમાં નવાગામઘેડ ખાતે રહેતા જગદીશભાઈ મનુભાઈ લોઢારી નામના ખારવા યુવાન ઉપર ધુંવાવ ગામના હરિભાઈ નામના શખ્સે લોખંડના સળીયાથી હુમલો કરી માથાના ભાગે તથા હાથમાં ઇજા પહોંચાડી ગાળો કાઢવા સબબ તેણે હરીભાઈ ભરવાડ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાથ ઉછીના પૈસાના મામલે આ ડખ્ખો થયાનું જાહેર થયું છે. 
તથા જોડીયામાં અરવિંદ મગનભાઈ કોળી નામના યુવાન ઉપર રાજેશ દયાળજી બગથરીયા, ધર્મેન્દ્ર દયાળજી, ગૌરવ અને વિમલ નામના ચાર શખ્સે લાકડાના ધોકાથી તથા સાહેદને ઢીકાપાટુ ફટકારી ફેક્ચર સહિતની ઇજા પહોંચાડી ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપતા જોડીયા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે, એકાદ માસ પહેલા રામા મંડળ બાબતે ડખ્ખો થયો હોય જેનો ખાર રાખી પુન: માથાકૂટ થવા પામી હતી.