કોરોના સામેના જંગમાં રક્ષણ મેળવવા અસરકારક સાબિત થતી ભારતીય પ્રાચીન  ચિકિત્સા પ્રણાલી અપનાવવા સાંસદ પૂનમબેન માડમનો અનુરોધ
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમ ના વરદ હસ્તે આયુર્વેદીક ચુર્ણ  ખાસ કરીને કોરોના સામેના જંગમાં રક્ષણ મેળવવા નાગરીકોને વિતરણ કરાયા હતા.
હાલ કોવિડ-૧૯ ની વૈશ્ર્વીક મહામારીમાં તેની અસરકારક સારવાર અને વેક્સીન માટે સમગ્ર વિશ્ર્વ જહેમત ઉઠાવે છે ત્યારે આ મહામારી કોરોના સામે રક્ષણ મેળવવા માટે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે , ભારતીય પ્રાચીન ચિકીત્સા પ્રણાલી અસરકારક બની રહે છે તેમ આયુર્વેદાચાર્યો અને પરંપરાગત ચિકિત્સાના નિષ્ણાંતો જણાવે છે માટે જામનગરની શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટી દ્વારા ખાસ  આયુર્વેદીક ચુર્ણ બનાવાયુ છે, તેનુ સૌ ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં લાભાર્થીઓને સંસદસભ્ય પૂનમબેન માડમ ના વરદ હસ્તે  વિતરણ કરવામાં આવ્યુ હતુ આ તકે સાંસદ પૂનમબેન માડમએ સૌ ના સ્વાસ્થ્યની શુભકામનાઓ વ્યક્ત કરી હતી અને પરંપરાગત ચિકિત્સા પદ્ધતિના ઉપાયો અને ઉપચાર પદ્ધતિ તેમજ આયુર્વેદીક  જીવન શૈલીથી  હંમેશા સ્વસ્થ રહેવા આ પરંપરાગત શાસ્રને રોજ બ રોજ ના ક્રમ માં વણી લેવા નમ્ર અનુરોધ કરી સરકારશ્રીએ પણ આયુષ મંત્રાલયની ગાઇડલાઇન મુજબ અનુસરી  તંદુરસ્ત રહેવા અપીલ કરી છે તેનુ પાલન કરવા પણ સાંસદ પૂનમબેન માડમએ આ તકે જણાવ્યુ છે.