ત્રણ ઘાયલ : મકાન અંગેનો ડખ્ખો 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં માતા સહિત પરિવાર ઉપર પુત્ર-પુત્રવધૂઓએ હુમલો કરી ઈજા પહોંચાડતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે, મકાન બાબતે વાંધો હોઈ આ મામલે હુમલો થયાનું જાહેર થયું છે. 
મળતી વિગત મુજબ જામનગરમાં ઢીંચડા ગામે રહેતા જરીનાબેન કાસમભાઈ દોદેપૌત્રા નામના 60 વર્ષના વૃધ્ધાને હનીફ કાસમ, ફકીરમામદ કાસમ, નજમા ફકીરમામદ વિગેરેએ મકાન બાબતે વાંધો ચાલતો હોઈ જેથી તમામે ઉશ્કેરાઈ જરીનાબેનને હુમલો કરી માથામાં ઇજા પહોંચાડી સાહેદ રફીક તથા જાવેદ વચ્ચે છોડાવવા જતા તેઓને પણ માથામાં અને હાથમાં ઈજા પહોંચાડવા સબબ ખુદ માતાએ પુત્ર-પુત્રવધુઓ ઉપર પોલીસ ફરિયાદ નોંધાવી છે.