જામનગર મોર્નિંગ - દ્વારકા 
દ્વારકા જિલ્લાના સુરજકરાડી વિસ્તારમાં રહેતો યુવાન તેના સાત મિત્રો સાથે મોજપ પાસેના દરિયામાં ન્હાવા જતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું, જયારે અન્ય એક મિત્રને હાલત ગંભીર હોય, તેને સારવાર હેઠળ ખસેડી મૃત્યુ પામેલ યુવાનને પીએમ અર્થે દ્વારકા લઈ જવામાં આવ્યો હતો.
મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળના સૂરજકરાડી ઉધોગનગર વિસ્તારમાં રહેતા ઉધોગનગર વેપારી એસો.ના મંત્રી મુકેશભાઈ ગોંડલીયાના પુત્ર કલ્યાણદાસ મુકેશભાઈ ગોંડલીયા (ઉ.વ.23) નામનો યુવાન આજે સાંજે તેના મિત્ર સાથે મોજપ પાસેના દરિયામાં ન્હાવા ગયેલ હોય, દરમ્યાન પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું, જયારે સાત મિત્રો મોજપ પાસેના દરિયામાં ન્હાવા ગયેલ હોય તેમાંથી એકનું મૃત્યુ નીપજ્યું હતું અને એક યુવાન ગંભીર હાલતમાં હોય જેની સારવાર ચાલી રહી છે, સ્થાનિક પોલીસમાં જાણ કરતા કલ્યાણદાસ ગોંડલીયાના મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે 23 વર્ષનો આશાસ્પદ યુવાન અકાળે મૃત્યુ નિપજતા પરિવારમાં કરુણ કલ્પાંત છવાઈ જવા પામ્યો છે.