નાના વેપારીઓ દંડાય છે: મોટા હોલસેલરો મોટા માથાની રહેમ હેઠળ ખુલ્લેઆમ પ્લાસ્ટિક વહેંચી રહ્યા છે
જામનગર મોર્નિંગ - જામનગર
સમગ્ર દેશભરમાં લોકડાઉન છે ત્યારે જામનગરમાં પણ લોકડાઉન લાગુ પડેલું છે છેલ્લા બે મહિનાથી પાન-મસાલા વેંચાણ પર પ્રતિબંધ હતું, અને જામનગર વાસીઓને હોલસેલરોએ દ્વારા બેફામ લૂંટવામાં આવ્યા છે અને 200નું ડબલુ 1200માં વેચ્યા છે જયારે સોપારીની ગુણી 55000માં વેંચી છે, ત્યારે કોઈ પ્રજાનો વિચાર ન આવ્યો અને બેફામ લૂંટ ચલાવી છે અને પછી ઓનલાઈન વેંચાણ પર વિરોધ્ધ દર્શાવે છે પહેલા તમારી પ્રજાને ખરાબ સમયે લુંટો છે અને પછી પ્રજા ઓનલાઈન શોપિંગ કરે છે ત્યારે વેપારીઓ દ્વારા રેલીઓ કાઢીને વિરોધ્ધ દર્શાવે છે.
એક કહેવત છે જેવું વાવો તેવું ફળ ઉગે, હોલસેલરો દ્વારા ક્યારેય પ્રજાનું વિચારાયું જ નથી પોતાનો સ્વાર્થ જોઈને બે નંબરનો જ માલ ભેગો કરવામાં રસ છે, હમણાં જ બે દિવસ પહેલા બાગબાન તમાકું અને અડધો કિલો સોપારી અને મસાલા બનાવવાની કોથળીનું રૂ. 500માં વેંચાણ કર્યું હતું, ત્યારે પલાસ્ટીકનું ખુલ્લેઆમ વેંચાણ કરવામાં આવ્યું ત્યારે તંત્રને પ્લાસ્ટિક બેન્ડનો વિચાર ન આવ્યો અને નાના પાન-મસાલાના ધંધાર્થીને માલ આપતા નથી અને 950 કીટનું વિતરણ કરવામાં આવ્યું તો માલ આવી ગયો આ રીતે કીટોનું વિતરણ કરી નાના ધંધાર્થીઓન પેટ પર લત મારી અને પ્લાસ્ટિક વેંચવા પર દંડ પણ ન ફટકારવામાં આવ્યો જયારે નાના પાન-મસાલા ના દુકાનદારો પ્લાસ્ટિક વેંચે તો મનપાના કર્મચારી દંડ કરવા પહોંચી જાય છે જયારે આ રીતે મોટા માથાઓ પ્લાસ્ટિકનું વેંચાણ કરે છે ત્યારે મનપાના અધિકારી નિંદ્રામાં હોય છે કે શું તેવો એક સવાલ નાના ધંધાર્થીઓન મોઢે ચર્ચાય રહ્યો છે, હવે જોવાનું રહ્યું કે તંત્ર શું હોલસેલરો જે પ્લાસ્ટિકનું વેંચાણ કરે છે તેને દંડ ફટકારી અને તેનો માલ સીલ કરશે કે પછી રામભરોસે ચાલતું તંત્ર રામભરોસે જ ચાલશે.
કીટોનું વિતરણ કરી ફોટા પડાવી વાહવાહી મેળવવા નાના ધંધાર્થીઓને ભૂલી જઈ ડાયરેક્ટ પબ્લીકને કીટ વહેંચી ધંધાર્થીઓના પેટ પર લાત મારી છે, અને નામચીન હોલસેલરોએ લોકડાઉનમાં લાખો રૂપિયાની કાળા બજારી કરી લોકડાઉનમાં "માલ" બનાવ્યો છે ત્યારે પ્રજાનો વિચાર ન આવ્યો અને હવે કીટ વહેંચી મોટાભાઈ થવાનો શોખ ચડ્યો છે. જોવાનું એ રહ્યું કે આ વેપારીઓ પર પ્લાસ્ટિક વેંચવા પર કાર્યવાહી થાય છે કે નહીં?
0 Comments
Post a Comment