જામનગર મોર્નિંગ - જામનગર 
પવનચકી જેલ રોડ પર એક શખ્સે યુવાનને રોકી શરીરે ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજાઓ પહોંચાડતા સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 
મળતી વિગત મુજબ પવનચકી જેલ રોડ પર જેલ ગેઇટ પાસે ફિરોજભાઈ બોદુભાઈ જોખીયા (રહે. શંકર ટેકરી પાણીના ટાંકા પાસે) નામના યુવાનને હારુન ઉંમર ખફી (રહે. શંકર ટેકરી, નવી નિશાળ સામે) નામના શખ્સે ફિરોજને રસ્તા પર રોકી " તું મારી પત્નીના ચરિત્ર વિષે કેમ ખરાબ વાતો કરે છે" તેમ જણાવી ગાળો આપી શરીરે ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજાઓ પહોંચાડતા ફિરોજએ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.