અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને હેલ્થડ્રીંકના ૧૩૪૪ પેકેટ અર્પણ કરાયા
જામનગર મોર્નિંગ - જામનગર 
નેસ્લે ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા સતત કાર્યરત કોરોના વોરિયર્સ પોલીસકર્મીઓ માટે કંપની દ્વારા નિર્મિત માઈલો હેલ્થડ્રીંકના ૧૩૪૪ પેકેટ અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને અર્પણ કરવામાં આવ્યા હતા. આ અંગે રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,  વિશ્વ જ્યારે કોરોનાવાયરસની મહામારીમાં સપડાયું છે ત્યારે પોલીસકર્મીઓ પોતાના સ્વાસ્થ્યને, પોતાના જીવને જોખમમાં મૂકીને સતત કાર્યરત છે.
નેસ્લે ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા આ પોલીસકર્મીઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને તેમના માટે જે  હેલ્થડ્રીંક પેકેટ અર્પણ કરાયા છે તે માટે નેસ્લે કંપનીના પ્રશંસનીયપગલાં બદલ તેમને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. 
આ તકે ડીવાયએસપી એ.પી.જાડેજાએ નેસ્લે ઇન્ડિયા લિમિટેડ કંપનીના પોલીસકર્મીઓ પ્રત્યેના સંવેદનશીલ અભિગમને જોઈને આભાર વ્યક્ત કર્યો હતો.