પોલીસ તપાસમાં સંતોષકારક જવાબ ન આપતા પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરતા હત્યારા પતિની પોલ ખુલ્લી
જામનગર મોર્નિંગ - દ્વારકા
ખંભાળિયાના જડેશ્વરમાં થયેલ હત્યામાં નવો વણાંક આવતા પોતાના જ પતિએ હત્યા નિપજાવી પિતરાઈ ભાઈ સામે ફરિયાદી બની ફરિયાદ નોંધાવતાં પોલીસને શંકા જતા ઉંડાણપૂર્વક તપાસ કરતા પતિ એ જ પત્નીની હત્યા નિપજાવી હોવાનું સામે આવતા હત્યારા પતિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ બે દિવસ પહેલા જડેશ્વર રોડ પર ખુલ્લા પ્લોટ માં રહેતી આદિવાસી પરિણીતાની હત્યા તેના પિતરાઈ ભાઈએ નિપજાવી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું, અને ફરિયાદી તેના પતિની પુછપરછ કરતા તેના પતિ સુનિલ પાંડવીએ જણાવ્યું હતુંકે મારી પત્નીનો પિતરાઈ ભાઈ બપોરે એક વાગ્યે આવી જઈ મારી પત્ની સાથે પૈસા બાબતે જગડો કરતા હોઈ ત્યારે હું મારા એકવર્ષ ના પુત્ર ને લઇ ગાંઠિયા લેવા માટે જતો રહેલ થોડીવાર પછી હું પરત આવતા તેના પિતરાઈ ભાઈ દશરથ ગુલીયાએ મારી પત્ની ઉપર ગરમ પાણી નાખી ઢીકાપાટુનો માર મારી તેની ઉપર ગળું દબાવી બેઠો હોય અને મેં જઈને બુમાબુમ કરતા તે ત્યાંથી નાશી જતા હું તેની પાછળ તેને શોધવા જતો રહ્યો હતો અને બાદમાં સાત વાગ્યે ઘરે આવીને મારી પત્નીને ઉઠાડતા તે ઉઠી નહીં એટલે મેં પોલીસમાં જાણ કરી હતી આવું નિવેદન આપતા પોલીસે વાત ગળે ન ઉતરતા પોલીસે વધુ પુછપરછ હાથ ધરતા અને ફોરેન્ટીક રિપોર્ટમાં મોઢામાં ધૂળ નાખી હત્યા નિપજવાનું સામે આવતા પોલીસે ક્રોસ પુછપરછ હાથ ધરી હતી.
બાદમાં પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ કરતા નજરે જોનાર સાક્ષી પણ મળી આવ્યો હતો અને સુનિલ પાંડવી અગાઉ જે જગ્યાએ ખેતમજૂરી કામ કરતો ત્યાંના માલિકની પણ પુછપરછ રતા બંને પતિ-પત્ની વચ્ચે અવાર-નવાર ઝગડા થતા હોવાની હકીકત સામે આવી હતી અને અને સુનિલ પાંડવીએ પિતરાઈ ભાઈ દશરથનું નામ આપ્યું હતું પણ તપાસ કરતા દશરથ આ બનાવ સમયે ત્યાં હાજર જ ન હતો અને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા મીરાબેનનો પતિ સુનીલ પોપટ બની જઈ તેને જ પોતાની પત્નીની હત્યા કરી છે તેવી કબૂલાત આપી હતી. સુનીલ પાંડવીએ પોતાની પત્નીને જમવાનું બનાવવાનું કહેતા ઉગ્ર બોલાચાલી થઇ હતી બાદમાં તેની પત્ની મીરાબેનને ઢીકાપાટુનો માર મારી એમનું મોઢું પકડી મોઢામાં ધૂલ નાખી તેની હત્યા નિપજાવાઇ હોવાનું સામે આવતા પોલીસે આરોપી પતિ સામે કલમ 302 મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.
0 Comments
Post a Comment