જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર જીલ્લાના કોટન કેન્દ્રો ઉપરથી બી ગ્રેડ કપાસનો જથ્થો ખરીદવા સંસદસભ્ય પૂનમબેન માડમએ ખાસ ભલામણ કરી છે.
કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડીયાના જામનગર જીલ્લામાં નિયત કરાયેલા ખ રીદ કેન્દ્રો ઉપર ખેડૂતો કપાસનો જથ્થો ટેકાના ભાવથી વેચાણ કરવા જાય ત્યારે ગ્રેડેશન કરવામાં આવે છે અને '' બી' ગ્રેડ નો જથ્થો જણાય તો ખ રીદાતો નથી તેથી ખેડૂતોને નિરાશ થવુ પડતુ હોવાની રજુઆતો સંસદસભ્ય પૂનમબેન માડમને મળી હતી જેની ગંભીરતા લઈને જે રીતે રાજકોટ જીલ્લાના ખરીદ કેન્દ્રો ઉપરથી '' બી'' ગ્રેડનો જથ્થો નિયત કરાયેલી કિંમતે ખરીદવામાં આવે છે તે મુજબ જ જામનગર જીલ્લામાં ખ રીદ કેન્દ્રો દારા પણ '' બી'' ગ્રેડ કપાસનો જથ્થો નિયત કરેલા ભાવ મુજબ દરેક ખરીદ કેન્દ્રો ઉપરથી ખરીદવામાં આવે તે માટે કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડોયામાં સંસદસભ્ય પૂનમબેન માડમએ ખેડૂતોના હિતમાં ભારપૂર્વક ભલામણ કરી છે