જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર જિલ્લાના કાલાવડ તેમજ લાલપુરના પીપરટોડા ગામે કોરોના પોઝિટિવ આવતા જિલ્લા કલેકટર દ્વારા બંને વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને દૂધ, તબીબી સેવાઓ સિવાય તમામ વસ્તુઓ પર પ્રતિબંધ મુકવામાં આવે છે.  
જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકાના વંદના સ્કૂલ પાસે, શીતળા કોલોનીના વિસ્તારના રહેણાંક મકાન નંબર-1, ફિરોજશાહ જમાલશાહ શાહમદાર, હાઈવે પરનું ખૂણાનું પેલું મકાન, મકાન નંબર 2, લક્ષમણ વિસાભાઈ તમ્બોલિયા, મકાન નંબર 3, પ્રતીક શામજી મકવાણા, વંદના સ્કૂલની સામેનો ભાગ, મકાન નંબર 4, રતિ પરસોતમ પાટડીયા આ ચારેય મકાન સહિત અંદરનો વિસ્તાર તેમજ તેની બાજૂમાંથી અવર-જવર માટે પસાર થતા રસ્તાની પહોળાઈથી અડધો રસ્તો કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે.  
જયારે જામનગર જિલ્લાના પીપરટોડા ગામના કહેવાતા વગડિયા વાડી વિસ્તારના માવજીભાઈ ભગાભાઈ મકવાણાની વાડી થી 100 મીટરની ત્રિજયાનો વિસ્તાર કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે, આ બંને વિસ્તારમાં દૂધ, તબીબી સેવાઓ સિવાયની તમામ પ્રકારની પ્રવૃત્તિ પર જિલ્લા કલેકટરના જાહેરનામા અનુસાર પ્રતિબંધ મુકવામાં આવે છે.