જામનગર મોર્નિંગ - જામનગર 
રાજયના આરોગ્ય વિભાગ દ્વારા જામનગર સહિત અન્ય જીલ્લાઓમાંથી અમદાવાદની સિવીલ હોસ્પીટલમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે બોલવવામાં આવે છે, હજુ ગઇકાલે જ 11 તબીબોને ફરીથી અમદાવાદ મોકલાયા છે ત્યાં જ રાજયના આરોગ્ય વિભાગે જામનગરના વધુ ચાર મહિલા તબીબોને અમદાવાદ મોકલવા આદેશ કરતા જામનગરની જી.જી. હોસ્પીટલમાંથી સોમવારે ચાર તબીબો અમદાવાદ જશે.
જામનગરના વધુ ચાર તબીબોને અમદાવાદ જવાની સુચના મળી ચુકી છે, માહિતી મુજબ જે એનેસ્થીસીયા વિભાગના ચાર મહિલા તબીબોને અમદાવાદ જવાનું છે તેમા ડો. મિતા પટેલ (કન્સલ્ટન્ટ),  ડો. હિરલ ચાવડા, (કન્સલ્ટન્ટ), ડો. એકતા પટેલ અને ડો. ક્રિષ્ના મોનપરાને અમદાવાદ મોકલવા નિર્ણય કરવામાં આવ્યો છે. 
હજુ અમદાવાદથી તબીબોની ટીમ જામનગર આવી નથી, એક તરફ જે તબીબો અગાઉ આવ્યા છે તે હોમ કવોરોન્ટાઇન છે, ભુતકાળમાં ગયેલા પાંચ તબીબોને કોરોના પોઝીટીવ થઇ ચુકયો છે, હજુ ગઇકાલે જ 11 તબીબોની ટીમ અમદાવાદ પહોંચી છે અને હવે સોમવારે આ ચાર મહિલા તબીબોને અમદાવાદ મોકલવામાં આવશે. આ તમામ તબીબો એનેસ્થીસીયા વિભાગમાં ફરજ બજાવે છે.