જામનગર મોર્નિંગ - જામનગર 
ભારત સરકારની સૂચના અનુસાર જિલ્લામાં હથિયાર લાયસન્સ સંબંધમાં નવા હથિયાર મેળવવા માટેની અરજી ફોર્મ એ-૧, હથિયાર લાયસન્સ રીન્યુ કરવા માટેની અરજી ફોર્મ એ-૩, હથિયાર લાયસન્સ રદ કરવા માટેની અરજી, લાયસન્સમાં હથિયારની નોંધણી કરવા માટેની અરજી ફોર્મ બી-૨, લાયસન્સમાંથી હથિયારની નોંધ રદ કરવા માટેની અરજી ફોર્મ બી-૨, હથિયાર લાયસન્સનો હદ વિસ્તાર વધારવા માટેની અરજી, હથિયાર વેચાણ કે ટ્રાન્સફર કરવા માટેની અરજી ફોર્મ બી-૨, જિલ્લા બહારના હથિયાર લાયસન્સ રજીસ્ટ્રેશન કરવા માટેની અરજી ફોર્મ બી-૧, હથિયાર મેળવવા મુદત વધારી આપવા માટેની અરજી ફોર્મ બી-૨, હથિયાર મેળવવા માટેની અરજી ફોર્મ બી-૨, જિલ્લાના હથિયાર લાયસન્સમાં સરનામું સુધારા માટેની અરજી, હથિયારના લાયસન્સમાં કાર્ટીસની સંખ્યા બદલવા માટેની અરજી વગેરે સેવાઓ મેળવવા ઓનલાઇન https://ndal-alis.gov.in/ ઉપર અરજી કરી તેની પ્રિન્ટ મેળવી આત્મરક્ષણ માટે કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરી, જિલ્લા સેવા સદન, શરૂ સેકશન રોડ, જામનગર તથા પાક રક્ષણ માટે સંબંધિત પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરીમાં રજુ કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી રાજેન્દ્ર સરવૈયાની યાદી દ્વારા જણાવવામાં આવે છે.