જામનગર મોર્નિંગ - જામનગર 
લોકડાઉનનાકારણે ઘણા સમયથી દુકાનો બંધ હોય તેમાં રહેલ વાસી ખાદ્યપદાર્થ આરોગવાથી લોકોના આરોગ્યને નુકસાન ન થાય તે માટે કાલાવાડ ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, જામનગર અને કાલાવાડ નગરપાલિકાની સંયુક્ત ટીમ દ્વારા જુદી જુદી દુકાનોમાં ખાદ્યપદાર્થોની તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં કોલ્ડ્રિંક્સ, ફરસાણ, આઇસક્રીમ, દહીં, માવો, અથાણું, કેચઅપ સહિતનો અંદાજે ૩૨૦ કિલો જેટલો અખાદ્ય અને વાસી ખોરાક મળતા તેનો નાશ કરવામાં આવ્યો હતો તેમચીફ ઓફિસર, કાલાવડ નગરપાલિકાની યાદી દ્વારા જણાવાયું હતું.