જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના દિ. પ્લોટ 54 માંથી સાત મહિલાને તીનપતિ નામનો જુગાર રમતા ઝડપી લઇ રૂ. 14,740ની મતા કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.  
જામનગરના દિ.પ્લોટ પ4, વિશ્રામ વાડીમાં તીનપત્તીનો જુગાર રમતા રામનગરની કવિતાબેન દિપક રતડા, નીતાબેન વિનોદ રતડા, દિ.પ્લોટ પ8 માં રહેતી મંજુલાબેન નવીન મંગે, દમંયતીબેન દામજી ચાંદ્રા, હનુમાન ટેકરીની સાકરીબેન વિશ્રામ કોડવરા, રાધાબેન મુળજી મંગે, હંસાબેન રાજેશ રાવલ નામની સાત મહિલાને સીટી એ ડીવીઝન પોલીસે રોકડ રકમ 14740 સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 
આ કાર્યવાહી વી.કે. રાતીયા, ટપુભા જાડેજા, યજુવેન્દ્રસિંહ વાળા અને વનરાજભાઈ ખવડ દ્વારા કરવામાં આવી હતી.