ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધો-10ની પરીક્ષાનું પરિણામ તાજેતરમાં પ્રસિદ્ધ થયું છે તેમાં દ્વારકા જિલ્લાનું પરિણામ   63.95 આવ્યું હતું ત્યારે ચારણ ગઢવી સમાજની દીકરી દિયાબેન આલાભાઈ જામ શ્રી કરણી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત લિટલ સ્ટાર સ્કૂલ:  જ્ઞાન ગંગા વિદ્યા મંદિર સ્કૂલમાં અભ્યાસ કરીને ધોરણ 10 માં 600 માંથી 556 માર્ક મેળવીને 99.94 પી.આર. મેળવીને ઉત્તીર્ણ થતા તેમની દ્વારકા જિલ્લામાં પ્રથમ અને રાજ્ય લેવલે 6 ક્રમાંક મેળવ્યું હતું. ગઢવી સમાજનું ગૌરવ વધાર્યું હતું. દિયાબેન સાથે વાત કરતા જણાવ્યું હતું કે સખત મહેનત અને રેગ્યુલર મહેનતથી આ પરિણામ મળ્યું છે અને પોતે વધુ અભ્યાસ કરીને આઈ.એ.એસ. અને આઇ.પી.એસ. બનવા માંગે  છે તેના માટે અત્યારેથી ઉચ્ચ અભ્યાસ અને તૈયારીઓ કરવાની શરૂઆત કરશે આમ  છેવાળાના વિસ્તારમાં અભ્યાસ કરીને રાજ્યમાં 6ઠ્ઠા ક્રમાંક મેળવતા ગઢવી સમાજ અને દ્વારકા જીલ્લાનું ગૌરવ વધાર્યું છે.