જામનગર મોર્નિંગ - દ્વારકા 
દ્વારકા જિલ્લામાં જુગારના અનેક જગ્યાએ દરોડા કરી 17 શખ્સોને 2.50 લાખ ઉપરાંતના મુદામાલ સાથે જુગાર રમતા ઝડપી લઈ એક શખ્સ નાશી જતા તેની શોધખોળ હાથ ધરી સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 
મળતી વિગત મુજબ ભાણવડ પોલીસ પંથકમાં પેટ્રોલીંગમાં હોય ત્યારે ચોકક્સ બાતમી મળેલ હોય કે રોઝડા ગામની સીમમાં અમૃતલાલ રવજી થાનકી બહારથી માણસો બોલાવી પોતાના રહેણાંક મકાને જૂગાર રમાડતો હોય જે હકીક્તના આધારે ભાણવડ પીએસઆઈ એચ.આર. હેરભા, હેડ કોન્સ રામશીભાઈ ચાવડા, પરેશભાઈ સાંજવા, પો.કોન્સ જીતુભાઈ હુંણ, કિશોરસિંહ જાડેજા સહિતનાએ રેઈડ કરતાં જૂગાર રમી પૈસાની હારજીત કરતાં રાજુ નગીન ઓડેદરા, સાજીદ હુશેન વસા, લખમણ કાના ગોઢાણીયા, ભરત ભીમા ખીસતરીયા, મનિષ રાજુ ખીસતરીયા, વિજય અરજણ સુંદરવડા, માંડણ પુંજા ગોઢાણીયા રહે. રોઝડા વાડી વિસ્તાર, ગીગા માંડણ ઓડેદરા, વિજય મુળુ ઓડેદરા નામના દશ શખ્સોને ઝડપી લઈ તેમની પાસેથી રોકડ રકમ 75,500, મોબાઈલ નંગ 8, મોટરસાઈકલ 7 મળી કુલ રૂ. 1,67,500નો મુદામાલ કબ્જે ર્ક્યો હતો. જયા2ે મકાન માલિક અમૃત રવજી થાનકી નાશી જતા તેની શોધખોળ હાથ ધરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જયારે કલ્યાણપુર પોલીસ પેટ્રોલીંગમાં હોય ત્યા2ે ચોકક્સ હકીક્ત મળેલ હોય કે, ગોરાણા ગામની સીમમાં જોરાવરીના પાટીયા પાસે કેટલાક શખ્સો  જાહેરમાં જૂગાર રમી પૈસાની હારજીત કરી રહયાં છે. જે બાતમીના આધારે કલ્યાણપુર ઈન્ચાર્જ પીઆઈ વી.વી.વાગડીયાની સુચનાથી દરોડો પાડતાં જુગાર રમતાં કિશન સાજણ કોડીયાતર, નારણ ભીમશી વસરા, ચંન્દ્રવિજયસિંહ યસવંતસિંહ સરવૈયા, લગધીર અરભમ મૈયારીયા, લગધીરસિંહ ચંન્દ્રસિંહ ચુડાસમા નામના પાંચ શખ્સોને રોકડ રૂ. 36,7પ0ની મતા સાથે કલ્યાણપુર પોલીસે ઝડપી લઈ તમામ વિરુધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 
ઉપરાંત મિઠાપુર ટાટા કાકરી ગેઈટની સામે જાહેરમાં મોબાઈલમાં લુડો ગેમ રમી  પૈસાની શરતો લગાવી હારજીત કરતાં નિલેશ મનસુખ પંચમતીયા અને સબીર ઉમર ચાવડા નામના બંને શખ્સને મોબાઈલ તથા રોકડ મળી કુલ 3560ની મતા કબ્જે કરી ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.