જામનગર મોર્નિંગ - દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકામાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને સહયોગ ગૃપ દ્વારા અનંત કુમાર વાળિયા બાલ મંદિર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં 362 જેટલી જંગી બ્લડની બોટલ એકત્ર થઇ હતી. આ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાણવડ પોલીસ સ્ટાફના પોલીસ કર્મી તેમજ ભાણવડના અનેક લોકોએ રક્તદાન કર્યું હતું.રક્તદાન કરનારને પ્રમાણપત્ર અને એન-95માસ્કનું પણ આ તકે વિનામૂલ્યે વિતરણ કરાયું હતું.

વાળિયા બાલ મંદિર ખાતે યોજાયેલ આ બ્લડ ડોનેશન કેમ્પમાં ડીવાયએસપી ચૌધરી સાહેબ, ભાણવડ પી.એસ.આઈ. હરેશ હેરભા,  ભાજપ પ્રમુખ ગોવિંદ કનારા સહયોગ ગૃપના ચેતન રાઠોડ, જુવાનસિંહ, વિરેન્દ્રસિંહ, લખન ભૂતિયા, યોગેશ રાઠોડ, પ્રતાપ ઓડેદરા, નીરવ રાજાણી, જયદીપ મોરી, ઇમરાન ગઢકાઈવિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.