ટ્રક ચાલક તેમજ અન્ય એકને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરાઈ: રૂ. 16.72 લાખના દારૂ સહિત રૂ. 28.72 લાખનો મુદામાલ કબ્જે 
જામનગર મોર્નિંગ - દ્વારકા 
ખંભાળિયા-જામનગર હાઈવે પર આવેલ મુન્દ્રા ફર્નિચર નજીક જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે પસાર થતાં સિમેન્ટ ભરેલા ટેન્કરને ફિલ્મી ઢબે રોકી તલાશી લેતાં ઈંગ્લીશ દારૂની કુલ 460 પેટી દારૂ કીં.રૂ.16,72,800 તેમજ ટ્રક કીં. રૂ. 12,00,000 કુલ મળી રૂ. 28,72,800નો મુદામાલ કબ્જે કરી એક શખ્સને ઝડપી લીધો હતો જયારે બે શખ્સને ફરાર જાહેર કરી અન્ય તપાસમાં જે નામ ખુલે તે તમામ વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. 
મળતી વિગત મુજબ દ્વારકા જિલ્લામાં દારૂ-જુગારની પ્રવૃતિઓ સદંતર બંધ કરવા અંગે રેન્જ આઈજી સંદિપસિંહ અને જિલ્લા પોલીસ વડારોહન આનંદની સુચનાથી ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ઼ડી.ચંન્દ્રાવાડીયા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે દ્વારકા એલસીબીને સંયુક્ત બાતમી મળેલ હતી કે, જામનગર તરફથી હાઈબોન્ડ સિમેન્ટના ટેન્કર નંબર જી.જે.12 ઝેડ 4944માં ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહયો છે. જે હકિક્તના આધારે એલસીબી પીઆઈ ચંન્દ્રાવાડીયા, પીએસઆઈ વી.એમ. ઝાલા, સ્ટાફના અરવિંદભાઈ નકુમ, બોઘાભાઈ કેસરીયા, સહિતનાએ ખંભાળિયા નજીક મુંન્દ્રા ફર્નિચર નજીક જલારામ પેટ્રોલપંપ પાસે વોચ ગોઠવી પસાર થતાં ટેન્ક2ને રોક્વાનો પ્રયાસ કરતાં ટેન્કર ચાલકે પોલીસ ઉપર ટેન્કર ચડાવી દેવાનો પ્રયાસ કરતાં આગળ ઉભેલી એલસીબીની ટીમે પોલીસ વાન ટેન્કર આડે રાખતાં ટેન્કર ચાલક કુદકો મારી અંધારાનો લાભ લઈ નાશી છુટયો હતો. જયારે કિલનરને પકડવા જતાં પોલીસ સાથે મારામારીનો પ્રયાસ કરી નાશી જવાનો પ્રયાસ ર્ક્યો હતો. જો કે તેને પકડી પાડી ટેન્કરની તલાશી લેતાં ટેન્કરમાં ઈંગ્લીશ દારૂ હોવાનું સામે આવતાં ઝડપાયેલા કિલનર અને ટેન્કરને પોલીસ ભવન ખાતે લઈ જવામાં આવ્યું હતું. દારૂની ગણતરી કરવામાં આવતાં 460 પેટી ઈંગ્લીશ દારૂ એટલેકે 5520 બોટલ દારૂ કીં. રૂ. 16,72,800નો મળી આવતાં કિલનરની પુછપરછમાં પોતાનું નામ દિનેશ ભાગીરથરામ બીશનોઈ (રહે.બાવતલાઈ ભેરરૂદી ગામ તા.શેડવા જિ.બારમેડ રાજસ્થાન) નામના શખ્સને ઝડપી લીધો હતો. 
પોલીસે દારૂનો જથ્થો, ટેન્કર કીં. રૂ. 12,00,000 મળી કુલ રૂ. 28,72 લાખનો મુદામાલ કબ્જે કરી કિલનરની પુછપરછ દરમિયાન નાશી જનાર ડ્રાઈવરનું નામ માંગીલાલ તેજારામ બિશનોઈ (રહે.સરનોઈ સાંચોર, જિ-ઝાલોર, રાજસ્થાન) હોવાનું તેમજ ટેન્કર આગળ પાઈલોટીંગ કરનાર જી.જે.37 ઈ 6888 નંબરની બાઈક હોવાની કબૂલાત આપતાં પોલીસે ટેન્કર ચાલક તેમજ બાઈક ચાલકને ફરાર જાહેર કરી ગુનો નોંધી બંનેની શોધખોળ હાથ ધરી છે. તેમજ ઝડપાયેલા કિલનરને કોવીડ-19 ના સેમ્પલ પરીક્ષણ કરી વધુ પુછપરછ હાથ ધરવામાં આવશે.   
તેમજ આ દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો ? અને ક્યા પહોંચાડવાનો હતો ? તે જાણવા કિલનરના રીમાન્ડ માંગી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
તેમજ અંગત સુતોમાંથી જાણવા મળતી વિગત મુજબ દારૂનો જથ્થો રાણપરના શખસોએ મંગાવેલ હોવાની શક્યતા દર્શાવાય રહી છે, આ અગાઉ પણ દ્વારકા જિલ્લામાં આવેલ રાણપરમાં અનેક વખત ઈંગ્લીશ દારૂના ટ્રકો આવી ગયા છે તો અનેક ટ્રકો પકડવામાં પોલીસને સફળતા પણ મળી છે. જેથી શંકાની સોય રાણપરના નામચીન શખ્સો સામે સેવાઈ રહી છે. જયારે ટેન્કરનો મુળ માલિક કચ્છનો હોવાનું સામે આવે છે તેમણે ટેન્કર ત્રણેક મહિના પહેલાં વેંચ્યું હોવાનું મળેલા આરટીઓ ડોક્યુમેન્ટમાંથી જાણવા મળી રહયું છે. આ ઉપરાંત હળવદના માથક ગામના શખ્સની પણ સંડોવણી ખુલવાની શક્યતાં સેવાઈ રહી છે. જયારે પાઈલોટીંગ કરનાર બાઈક ચાલકના નંબરના આધારે તેની તપાસ હાથ ધરવામાં આવી છે. 
તેમજ પોલીસને શંકા ન પડે તે માટે દારૂનો જથ્થો સિમેન્ટ ભ2ેલા ટેન્કરમાં હેરફેર કરવામાં આવતો હતો. વિશાળ દારૂનો જથ્થો રાજસ્થાનના સાંચોરથી મંગાવેલો હોવાનું ખુલવા પામ્યું છે, ઝડપાયેલું ટેન્કર ગોધરા બોર્ડરથી એન્ટ્રી મેળવી હાલોલ, શામળાજી, અમદાવાદ, હિંમતનગર, ધાંગધ્રા, મોરબી સાઈડ થઈને અહીં પહોંચ્યો હતો.
આ કાર્યવાહી પીઆઈ એમ.વી. ચંદ્રાવડીયા, પીએસઆઈ વી.એમ. ઝાલા તથા સ્ટાફના રામસીભાઈ ભોચીયા, અજીતભાઈ બારોટ, કેશુરભાઈ ભાટીયા, દેવશીભાઈ ગોજીયા, બિપીનભાઇ જોગલ, અરવિંદભાઈ નકુમ, મસરીભાઈ આહિર, ભરતભાઈ ચાવડા, અરજણભાઈ મારુ, બોઘાભાઈ કેશરીયા, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, નરશીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા અને વિશ્વદીપસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.