જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં મંગળવારે આવેલ વૃધ્ધના પત્નીને કોરોના પોઝિટિવ રિપોર્ટ મળતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 
કોરોના વાઈરસની મહામારીનો વ્યાપ જામનગરમાં ચિંતાજનકરીતે વધી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી દરરોજ પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. મંગળવારે સવારે જામનગરની લેબમાં આવેલ રીપોર્ટમાંથી એક વૃધ્ધને કોરોના પોઝીટીવ આવ્યો હતો ત્યારબાદ આજે તેમના પત્નીને કોરોનાનું પરીક્ષણ કરાવ્યા બાદ કોરોના પોઝીટીવ આવ્યો હતો, જામનગરના ઘાંચીવાડ સૈયદ ફળી વિસ્તારમાં રહેતા વૃધ્ધાનું સેમ્પલ પોઝિટિવ મળતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘાંચીવાડ વિસ્તારમાં એક પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય અને પોલીસ વિભાગ દ્વારા આનુસંગિક કામગીરી શરૃ કરવામાં આવી છે, તો વહીવટી તંત્રએ પણ જરૃરી કાર્યવાહી શરૃ કરી છે. હાલ જી.જી. હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં કુલ 15 દર્દીઓ સારવાર હેઠળ છે અને જામનગરમાં કોરોનાની સંખ્યા 68 એ પહોંચી છે.